View Hymn (Bhajan)
Hymn No. 1092 | Date: 15-Dec-19941994-12-151994-12-15વિશ્વાસભર્યા લઈને શ્વાસ હિંમતથી, તું આગળ વધતો રે જાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasabharya-laine-shvasa-himmatathi-tum-agala-vadhato-re-jaવિશ્વાસભર્યા લઈને શ્વાસ હિંમતથી, તું આગળ વધતો રે જા
તું ચાલતો રે જા તું ચાલતો જા, જીવનમાં તું આગળ વધતો રે જા
ભૂલીને બીજું બધું, પ્રભુનું નામ સ્મરણ કરતો રે જા
ખૂલી જાશે બંધ દ્વાર બધા કિસ્મતના, તું આગળ વધતો રે જા
મટી જાશે બધી રે મૂંઝવણ મળી જાશે રાહ રે સાચી, તું આગળ …..
ભૂલીને સઘળી ઝાળઝંઝાળ જીવનની, તું આગળ ચાલતો રે જા
જીવનની નૌકાને તારી હિંમતભર્યા હલેસાથી તું આગળ હાંકતો જા
ભૂલીને ડર ને ભયને, હસતો રમતો તું આગળ વધતો રે જો
સંગ લઈ પ્રભુ ને રે, તું સફર તારી તય કરતો રે જા
નામ સ્મરણ કરી પ્રભુનું, પ્રભુમાં તું સમાતો રે જા
વિશ્વાસભર્યા લઈને શ્વાસ હિંમતથી, તું આગળ વધતો રે જા